વલસાડ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી કુખખ્યાત ‘જહરખુરાની ગેંગ’ના મુખ્ય રીઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદામાલ સાથે પકડી પાડ્યો છે. ફ્રાન્સની BLABLA કાર-શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અપહરણ કરીને ચોરીઓ કરતા હતા. આ ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સહિત દેશના 10 રાજ્યોમાં 38થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે. આરોપીઓ મુસાફરો સાથે મુસાફરી કરતા
આ કેસમાં ફરીયાદી થાણેથી સુરત માટે BLABLA એપ મારફતે કાર-પૂલિંગની રાઇડ બુક કરી રહ્યા હતા ત્યારે બે શખ્સોએ તેમની સાથે મુસાફરી કરી હતી. પારડી નજીક રામદેવ હોટલમાં જમવાના બહાને ફરીયાદીને નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરીને કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ લઇ જવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરીયાદીનો મોબાઇલ, લેપટોપ, દસ્તાવેજો, ATM–ક્રેડિટ કાર્ડ લઇ કુલ રૂ. 3,49,282નું નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં IPC-2023 કલમ 123, 140(3), 303(2), 54 તથા IT એક્ટ 66(C હેઠળ ગુનો નોંધાયો હતો. જયપુરમાંથી ગેંગનો મુખ્ય આરોપી ઝડપાયો
કેસની ગંભીરતા ધ્યાનમાં લઇ વલસાડ LCBએ અનેક CCTV ફુટેજ, ટેકનિકલ એનાલિસિસ અને માહિતીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન પ્રાપ્ત ખાનગી બાતમીએ આધારે મુખ્ય આરોપી અંકુશ મદનલાલ પાલ (ઉંમર 37)ને જયપુર એરપોર્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી રોકડ રૂ. 3,121 અને ત્રણ મોબાઇલ ફોન મળ્યા છે. લૂંટ-અપહરણના 38 ગુના કબૂલ્યા
પુછપરછમાં તેણે સ્વીકાર્યું કે તે ‘જહરખુરાની ગેંગ’નો સભ્ય છે અને BLABLA તથા અન્ય કાર-શેરિંગ એપ પરથી મુસાફરોને સાથે લઇ નાસ્તા-જમવાના બહાને નશીલા પદાર્થ પીવડાવી, અપહરણ કરી, કાર–મોબાઇલ–કાર્ડ ચોરી કરીને ઓનલાઇન ખરીદી કરતા. ગુનાઓ ગુજરાત, મહારાષ્ટ્ર, MP, UP, દિલ્હી, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં આચર્યા હોવાની કબુલાત આપી છે. આરોપી હાલ પારડી પોલીસ સ્ટેશનના કબજામાં છે અને વધુ સાગરીતોની શોધ માટે તપાસ ચાલુ છે.
એક આરોપી ઝડપાયોને લૂંટ-અપહરણના 38 ગુના ઉકેલાયા:'જહરખુરાની ગેંગ' મુસાફરોને નશીલા પદાર્થ પીવડાવી લૂંટ કરતી, વલસાડ LCBએ મુખ્ય આરોપીને જયપુરથી ઉઠાવ્યો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
