જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂ જુગાર ની બધી ને નેસ્તો નાબૂદ કરવા અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવા પોલીસ વધુ સક્રિય બની છે ત્યારે જૂનાગઢ રેન્જના આઇજી નીલેશ જાજડિયાની સૂચના અને જુનાગઢ એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે એસ.ઓ.જી દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ જેને લઈ એસ.ઓ.જી. જૂનાગઢના પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમે ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તથા ગુજસીટોક જેવા અસંખ્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસતા ફરતા કુલ 03 આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામ નજીક વાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સી ડિવિ. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાબી.એન.એસ. કલમ 308(5), 115(2) સહિત અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા હતા. થોડા દિવસો પહેલા પકડાયેલ આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ અને તેની સાથેના માણસોએ ફરિયાદીને શાંતિથી નોકરી કરવી હોય અને પાર્ટીઓમાં જાવું હોય તો તેમની ગેંગને રૂપિયા દસ હજાર આપવાનું કહી, આરોપીએ તેની પાસેનું ધારીયું બતાવી, ફરિયાદીને થપ્પડ મારી કાઠલો પકડી રૂ. 2,500/- બળજબરી પૂર્વક મારી નાખવાની ધમકી આપી કઢાવી લીધા હતા. આ આરોપીઓને પકડવા એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલનમાં રહી, ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ હકીકત મેળવવામાં આવી હતી. જેમાં જાણવા મળેલ કે, આ કામના આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ગેડીયા ગામ ખાતેના વાડી વિસ્તારમાં છુપાયેલા છે. જુનાગઢ એસઓજી એ સુરેન્દ્રનગરના ગેડીયા ગામ નજીકથી ફેઝલ ઉર્ફે મોહસીન ઉર્ફે હોલે હોલે ફીરોઝભાઈ મલેક તેની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 31 ગુન્હા નોંધાયેલા છે.રમીઝખાન ઉર્ફે ભાવનગરી યુસુફખાન પઠાણ: તેની વિરુદ્ધ 08 ગુન્હા નોંધાયેલા છે. સીરાઝ બોદુભાઈ ઠેબા: તેની વિરુદ્ધ 02 ગુન્હા નોંધાયેલા છે. આ ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે.આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મળીને કુલ 41 ગુના નોંધાયેલા છે, એસ.ઓ.જી.ની ટીમે આરોપીઓ પાસેથી 1. મોબાઇલ ફોન નંગ-03: કિંમત રૂ. 70,000 ,હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર: કિંમત રૂ. 10,00,000,જીયો કંપનીનું રાઉટર નંગ-01: કિંમત રૂ. 1,000 મળી કુલ રૂ. 10,71,000/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે: આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પીઆઈ. આર.કે. પરમાર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ. કે.એમ. પટેલ, એસ.ઓ.જી.ના પીએસઆઇ એમ.જે. કોડીયાતર, એ.એસ.આઈ. રમેશભાઈ માલમ તથા પો.હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ, અનિરુધ્ધભાઇ વાંક, પો.કોન્સ. રોહીતભાઇ ધાધલ,મયુરભાઇ ઓડેદરા, કૃણાલ પરમાર, અરવિંદભાઇ વાવેચા, વિશાલભાઇ ડાંગર તથા ક્રાઇમ બ્રાન્ચના પો.કોન્સ. વરજાંગભાઇ બોરીચા સહિતના સ્ટાફ જોડાયેલ હતા.
3 વોન્ટેડ આરોપીઓને SOG એ ઝડપી પાડ્યા:ખૂન, લૂંટ, ચોરી સહિત 41 ગુનાઓમાં સંડોવાયેલ 3 મોસ્ટ વોન્ટેડ આરોપીઓને એસ.ઓ.જી એ સુરેન્દ્રનગર નજીકથી ઝડપી પાડ્યા, ત્રણે આરોપીઓ.પાસેથી ₹10,71,000ના મુદ્દામાલ કબજે
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
