સેન્સેક્સ 388 પોઈન્ટ ઉછળી 84951

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

મુંબઈ : વૈશ્વિક મોરચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે કૂણા પડયા સાથે હવે ભારત સાથે ગમે તે ઘડીએ ટ્રેડ ડિલ થવાની અપેક્ષા અને કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેતાં તેમ જ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ ૨૦૨૫માં ભારત ૭ ટકા આર્થિક વૃદ્વિ અને વર્ષ ૨૦૨૭ સુધી ૬.૫ ટકાની વૃદ્વિ મેળવશે એવો અંદાજ બતાવતા ભારતીય શેર બજારોમાં ફંડોએ સપ્તાહની શરૂઆત તેજીએ કરી હતી. ફંડોએ ખાસ ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ ફ્રન્ટલાઈન શેરો તેમ જ પસંદગીના ઓઈલ-ગેસ શેરોમાં ખરીદી કરતાં નિફટીએ આજે ૨૬૦૦૦ની સપાટી પાર કરી બંધ આપ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત શેરોમાં વેચવાલી અટકી આજે ખરીદી થતાં અને સ્થાનિક-લોકલ સંસ્થાકીય રોકાણકારોની ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં તેજીનું સેન્ટીમેન્ટ રહ્યું હતું. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૩.૪૦ પોઈન્ટ ઉછળીને ૨૬૦૧૩.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *