વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીને તાળાબંધી કરાશે : કોંગ્રેસ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized


Vapi News : વાપી મનપા હદ વિસ્તારના મુખ્ય સહિતના માર્ગો ચોમાસા દરમિયાન ધોવાઈને બિસ્માર બની ગયા બાદ મરામતની કામગીરી નહીં કરાતા આજે મંગળવારે વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનપાના આસિ.કમિશ્રરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 30 દિવસની મુદ્દતમાં માર્ગ મરામતની કામગીરી નહી કરાય તો ધરણાં અને મનપા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. જયારે મનપાના આસિ. કમિશ્રરે માર્ગ મરામતની કામગીરી હાથ ધરાઈ છે અને ડિસેમ્બર સુધીમાં તમામ માર્ગો રિકાર્પેટીંગ અને પેચવર્ક કરાશે એમ જણાવ્યું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *