પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર 2025 સુધી માલવહનમાં કુલ 29.18 મિલિયન ટન માલ લોડ કરીને ગયા વર્ષની તુલનામાં 5.92% ગ્રોથ નોંધાવી છે. સાથે જ આ દરમિયાન 3865 કરોડથી વધુની આવક મેળવી છે, જે ગયા વર્ષ કરતા 2.63% વધારે છે. મંડળનો મોટો ફાળો ગાંધીધામ વિસ્તાર તરફથી મળ્યો છે. અહીંથી 22.77 મિલિયન ટન માલ લોડ કરવામાં આવ્યો અને 3077.04 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. સરેરાશ વેગન લોડિંગમાં પણ આ વર્ષે દરરોજ 2842 વેગન લોડ થયા જ્યારે છેલ્લા વર્ષે આ આંકડો 2699 વેગન હતો. એપ્રિલથી ઓક્ટોબર 2025 દરમિયાન પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે અનેક નવી પહેલ કરી છે. કોમોડિટી પ્રમાણે પ્રદર્શન (એપ્રિલ–ઓક્ટોબર 2025) આ સિવાય ગાંધીધામ વિસ્તારમાં કુલ 10,181 રેક્સ દ્વારા 22.77 મિલિયન ટન માલ વહન થયું અને 3077.04 કરોડની આવક મળી. કોમોડિટી પ્રમાણે પ્રદર્શન (એપ્રિલ–ઓક્ટોબર 2025) આ સિવાય જિપ્સમ, ક્લિંકર, મોલેસિસ, દાળ, ખાંડ, બેમ્બૂ પલ્પ સહિતની અન્ય વસ્તુઓએ પણ આવકમાં ફાળો આપ્યો.
અમદાવાદ મંડળનું 7 મહિનામાં 29.18 મિલિયન ટન લોડિંગ:પશ્ચિમ રેલવે મંડળને 3865 કરોડની આવક, ગયા વર્ષ કરતા 2.63% વધુ આવક
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
