બાબરામાં જીઆઈડીસી વિસ્તારમાંથી 8 માસ પૂર્વે ગોડાઉનમાંથી મળેલા સરકારી ચોખા, બાજરી અને આઈસીડીએસ યોજનાના પેકેટ મુદ્દે ગોડાઉન માલિક સહિત બે શખ્સો સામે મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.બાબરાના મામલતદાર એ.વી.મકવાણાએ અહીંના ધૂળિયા પ્લોટમાં રહેતા સિરાજ સતારભાઈ સૈયદ અને ગોડાઉન માલિક કાળુ ગેલાણી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નીલવડા રોડ ઉપર આવેલ જીઆઇડીસી 2 માં 26-3-2025ના રોજ કાળુ ગેલાણીના ગોડાઉનમાં સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવતા 3160 કિલો ચોખા, 100 કિલો બાજરી થતા આઈસીડીએસ યોજનાના લોટના 500 ગ્રામના પેકેટ, 1 કિલો લોટના પેકેટ અને મીઠાના પેકેટ મળી કુલ રૂપિયા 1,28,083નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મુદ્દે તપાસ દરમિયાન ગેરરીતી સામે આવી હતી. અંતે સિરાજ સતારભાઈ સૈયદ અને ગોડાઉન માલિક કાળુ ગેલાણી સામે ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ એ.જી.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ફરિયાદ:બાબરામાં ચોખા, બાજરીનો જથ્થો મળી આવવાના મુદ્દે 2 શખ્સ સામે ફોજદારી રાવ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
