અમદાવાદથી દિલ્હી જતાં એર ઇન્ડિયાના એરક્રાફ્ટમાં ફરી એકવાર પાવર યુનિટમાં ગંભીર ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાનને બે વખત રનવે પરથી પરત લાવવું પડ્યું હતું. જેને કારણે 182 પેસેન્જરો ગભરાઈ ગયા હતા. આખરે વિમાનને ગ્રાઉન્ડ કરીને રિપેર થયા બાદ રવાના કરાયું હતું ટેક્સિંગ બાદ વિમાન રનવે પર પહોંચ્યું ત્યારે જ પાવર યુનિટમાં અસામાન્ય ટેકનિકલ ખામી હોવાનું જણાયું હતું. પાઈલોટે તરત એટીસીનો સંપર્ક કરી ટેકઓફ રિજેક્ટ કરી ફ્લાઈટ પરત લવાઈ હતી. એન્જિનિયરિંગ ટીમે એરક્રાફ્ટની તપાસ કરીને ક્લિયરન્સ આપતાં બીજી વખત ટેક્સિંગ શરૂ કરાયું, પરંતુ થોડા જ સમયમાં ફરી તે જ ખામી દેખાતાં વિમાનને તરત જ રનવે પરથી પાછું વાળવું પડ્યું. ગંભીર ખામીના કારણે 90 ડોમેસ્ટિક પેસેન્જરોએ ‘રિસ્ક નહીં લઈએ’ કહી મુસાફરી કરવાની ના પાડી દીધી હતી. APU સિસ્ટમમાં વીજળી અને હવા પૂરી પાડે છે
APU (Auxiliary Power Unit) એટલે વિમાનનું એક નાનું એન્જિન, જે જમીન પર વિમાનને જરૂરી વીજળી અને હવા પૂરી પાડે છે. જો તેમાં ખામી આવે તો વિમાન સ્ટાર્ટ થવામાં વિલંબ, વિમાનમાં એસી અને લાઇટિંગની સમસ્યા આવે, કેબિન ગરમ/ઠંડું ન થાય અથવા લાઇટિંગ મર્યાદિત થાય છે.
182 પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયા:AIની ફ્લાઈટના પાવર યુનિટમાં ખામી સર્જાતા રનવે પરથી 2 વાર પરત લવાઈ
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
