ધરપકડ:જામનગરમાં શોરૂમમાંથી 9 લાખના‎મોબાઈલ ચોરનાર કારીગર ઝડપાયો‎

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

જામનગર શહેરના અંબર ચોકડી પાસે મોબાઈલની દુકાનમાં જ કામ કરતા એક કારીગરે રૂ.9 લાખ ઉપરાંતની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી કરતા પોલીસે તેની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. શહેરના ટાઉન હોલની સામે શ્રીધન પેલેસમાં રહેતા રાજેશભાઈ ખોડુભાઈ ગોહીલ (ઉ.વ.55) નામના વેપારીની અંબર ચોકડી પાસે, પંચરત્ન કોમ્પલેક્સ યસ મોબાઈલ ફોનની દુકાન આવેલી છે. જેમાં ગત તા.5 જૂલાઈના રોજ તસ્કરો ત્રાટકીને દુકાનમાંથી અલગ-અલગ મોડેલના કિંમતી 15 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરીને નાશી છુટ્યા હતા. જે અંગેની વેપારીને જાણ થતાં તેમણે ગત તા.17ના રોજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જેમાં દુકાનમાં જ કામ કરતો કિશન ચેતનભાઈ બાવરીયા નામનો શખસ શંકાસ્પદ જણાતા પોલીસે તેની પુછપરછ શરૂ કરી હતી. જેમાં તે પોલીસની સામે પોપટ બની ગયો હતો અને મોબાઈલ ફોનની ચોરીની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી છે અને અમુક મોબાઈલ કબજે કર્યા છે અને અન્ય મોબાઈલ ફોન કબજે કરવા માટે રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. મોબાઈલના શો-રૂમમાં 25 જેટલા કર્મચારીઓ કામ કરે છે, અને વેપારી રાજેશભાઈ અવાર-નવાર મોબાઈલના સ્ટોકનો ચેક કરવામાં આવે છે. જેથી ગત તા.5 જૂલાઈથી 15 નવેમ્બર સુધીમાં કારીગર કિશન બાવરીયા નામનો શખસ મોબાઈલની ચોરી કરી ગયો હતો. વેપારીએ મોબાઈલ સ્ટોક ચેક કરતા તેમાં 15 મોબાઈલની ઘટ આવી હતી. જેથી વેપારીએ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *