તાપમાન:20-24 નવેમ્બર સુધીમાં ઠંડી ઘટવાની શક્યતા

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે રહેતાં ઠંડીનું જોર વધ્યું છે. મોડી સાંજથી વહેલી સવારે વાતાવરણ ઠંડુગાર રહે છે. જ્યારે દિવસે હુંફાળું વાતાવરણ રહે છે. મંગળવારે ડીસા ખાતે તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા, તેણે છેલ્લા 4 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા 16 નવેમ્બર, 2021ના રોજ પણ આટલું જ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહી શકે છે. ત્યાર બાદ વાતાવરણમાં પલટો આવતાં 20 થી 24 નવેમ્બર સુધીમાં 2 થી 3 ડિગ્રી ઠંડી ઘટી શકે છે. ઠંડી ઘટવા પાછળનું મુખ્ય કારણ 22 નવેમ્બરે બંગાળની ખાડીમાં બનનાર લો-પ્રેશર સિસ્ટમ છે. આ સિસ્ટમના કારણે પવનની દિશા બદલતાં વાતાવરણ બદલાશે. 23 થી 27 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *