ખળભળાટ:મહિલા બુટલેગરે કહ્યું, હું પોલીસને મહિને 3 થી લઈ 18 હજારનો હપ્તો ચૂકવું છું

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

ઊના પંથકમા છેલ્લા ઘણા દિવસોથી બુટલેગર ના લેટરો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને જેમાં સતાધારી પક્ષ અને પોલીસના નામજોગ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. બીજી તરફ વિપક્ષ પણ આ બુટલેગર ના વિડીઓ અને લેટર ને રાજકિય રીતે જબરદસ્ત મુદ્દો બનાવી જિલ્લા એસપી અને ગૃહ વિભાગ ના ઉચ્ચ અધિકારી ને સંબોધન કરી સીટની રચનાઓ કરી બુટલેગર પોલીસ અને સતાધિસોની કોલ ડીટેલ કઢાવી આ પંથકમાં ચાલતી બેફામ અસમાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાદવા માંગણી કરી રહ્યું છે થોડા દિવસ પહેલા જુનાગઢ જેલમાં રહેલા લિસ્ટેડ બુટલેગર ભગા ઉકા નામે લેટર વાયરલ થયો હતો જેમાં ઉનાના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કર્યા હોય તે મુદ્દે રાજકીય રીતે ધમાસાણ મચ્યું છે તે શાહિ હજુ સુકાઇ નથી ત્યારે વધું એક ઉના પંથક વાંસોજ ગામ ની વિધવા મહિલા બુટલેગર નો વિડીયો શોસિયલ મિડીયા પર વાયરલ થયો છે જેમાં દેશી વિદેશી દારૂ વેચવા પોલીસ ને 3 હજાર થી 18 હજાર રૂપિયા સુધી નો હપ્તો ચુકવાતા હોવાની છણાવટ કરી રહી છે આ રકમ નવાબંદર ડી સ્ટાફના વાસુરભાઈ તેમજ બીટ જમાદાર જગદીશભાઈ અને દીવ ઉના નાકા પર બેસતા અશ્વિન ડોડીયા ને જુદીજુદી રીતે રકમ દર માસે 20 તારીખે ચુકવાતી હોવાનું મહિલા બુટલેગર કહીં રહીં છે આ વિડીયો કયાર નો છે અને કોણે વાયરલ કર્યો છે આ વીડિયો ની ભાસ્કર પુષ્ટિ કરતું નથી પણ આ વિડીયો હાલમાં ભારે ખળ ભળાટ મચાવી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ એક પ્રેસ કોન્ફરન્સ કરી સતાધારી પક્ષ અને પોલીસ ની સાંઠગાંઠ થી બેફામપણે ચાલતી અસમાજિક પ્રવૃત્તિ ઓ સામે આક્રમક રૂપે સતાધારી પક્ષ ના રાજકિય નેતાઓ અને તેની સાથે જોડાયેલા અસમાજિક તત્વો પોલીસની મિલીભગતથી આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ફુલીફાલી હોવાનો આક્ષેપ કરી આ વિડીયો લેટર અંગે તાત્કાલિક સીટ ની રચના કરી નિષ્પક્ષ રીતે તટસ્થ તપાસ કરીને જેતે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ અને ડી સ્ટાફ બીટ જમાદાર તેમજ બુટલેગરો ની છેલ્લા પાંચ વર્ષ ની કોલ ડીટેલ અને લોકેશન તેમજ રાજકીય સાંઠગાંઠ અંગે ની વિગતો મેળવી જવાબદાર સામે કાર્યવાહી કરી પગલાં લેવા માંગણી કરી છે હું પ્રવૃત્તિ અટકાવવા રેઇડ કરાવીશ
આ બાબતે નવાબંદર મરીન પોલીસ ના ઈનચાર્જ પી એસ આઈ એચ એલ જેબલીયા નો સંર્પક કરતા તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો મારા અગાઉ ના અધિકારી વખત નો હોય શકે આથી વધુ હું કંઈ શકું નહીં મારી કક્ષા સમયાંતર એમે આવી ચાલતી દારૂની પ્રવુતિ અટકાવવા રેઈડ કરાવીશ તેવું જણાવ્યું હતું.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *