સિટી એન્કર:ખાસ મતદારયાદી સુધારણા : 2002 બાદના લગ્નના કિસ્સામાં પુત્રવધૂની ઓળખ પતિના નહી પણ પિયરના કાગળો પર નિર્ભર

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

કચ્છ સહીત ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવીઝનની કામગીરી 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ મુશ્કેલીઓ કચ્છ અને ગુજરાતની પુત્રવધુઓને થઇ રહી છે. ચુંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે જો કોઈ મહિલાનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેવી મહિલાઓ અને પુત્રવધુને તેમના માતા-પિતા અથવા દાદા-દાદીના રહેઠાણ અને મતદાન બુથની વિગત ગણતરી ફોર્મમાં લખવી અનિવાર્ય છે. જે મહિલાના લગ્નને 2૦ વર્ષનો સમયગાળો વીતી ગયો છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને સંપતિમાં પણ તેના પતિનું નામ આવી ગયું છે. પણ હવે ચુંટણી પંચ કહે છે કે ગણતરી ફોર્મમાં તો તમારા માતા-પિતા અથવા દાદા-દાદીના રહેઠાણના પુરાવા તેમજ તે 2002ની મતદાર યાદી પ્રમાણે ક્યાં બુથમાં મતદાન કરતા હતા, તે બુથનું નામ, ભાગ અને ક્રમાંકની વિગત ગણતરી ફોર્મમાં લખવી પડશે, તે સિવાય તેમનું નામ નવી મતદાર યાદીમાં સામેલ નહી થાય. કચ્છ સહીત ગુજરાતની અનેક એવી પુત્રવધુઓ છે, જેમનો પરિવાર મૂળ મુંબઇ-મહારાષ્ટ્ર કે આદિવાસી રાજ્યો કે અન્ય રાજ્યનો છે, પણ તેમના લગ્ન કચ્છમાં થાય છે, 2002 બાદ તેમનો પરિવાર ગુજરાતમાં સ્થાઈ થયો છે. એટલે 2002માં કચ્છની પુત્રવધુનો પરિવાર ગુજરાતનો વતની ન હતો એટલે મતદાર યાદીમાં તેમના પરિવારનું નામ જ નથી. હવે મુશ્કેલી અહીથી શરૂ થાય છે, 2002માં જો તે પરિવાર મહારાષ્ટ્રમાં વસવાટ કરતો હતો, તો તે વિસ્તારના બુથ નંબર અને ભાગ ક્રમાંક ગણતરી ફોર્મમાં લખવા જરૂરી છે. જો આ માહિતી ગણતરી ફોર્મમાં દાખલ ન થાય તો તે ફોર્મ સબમિટ થઇ શકતો નથી. જેના પુત્રવધુનું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે. અત્રે મહત્ત્વનું છે કે, હાલમાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં મતદારયાદી સુધારણા માટેની કામગીરી ચાલી રહી છે. એકતરફ બીએલઓ દ્વારા કામગીરીનો વિરોધ કરી તંત્રમાં રજૂઆતો કરવામાં આવે છે, તો બીજી તરફ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફોર્મ મળ્યા બાદ લોકો વિગતો ભરીને પરત આપી સરકારની આ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. વિવિધ જગ્યાએ નાના-મોટા પ્રશ્નો સામે આવે છે પરંતુ તેનો ઉકેલ લાવી દેવામાં આવે છે. અન્ય રાજ્યનું પણ મેપિંગ થઇ શકશે
આ સમગ્ર બાબતે જિલ્લા ચુંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું કે જો કોઈ પુત્રવધુનું પિયર 2002 પહેલા ગુજરાત બહાર સ્થાઈ હોય તો તે રાજ્ય અને વિસ્તારની વિગત બીએએલઓ મેળવવામાં મદદ કરશે. તે યાદી બીએએલઓ દ્વારા મેપિંગ કરી આપવામાં આવે છે. જો કે આ પ્રક્રિયા થોડી જટિલ છે, થોડો સમય લાગે છે. પણ સરની પ્રક્રિયા માટે પતિની વિગતની જગ્યાએ પુત્રવધુની પિયરની વિગત જરૂરી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *