જિલ્લાના રમત સંકુલ ખાતે રૂ. 9.20 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ તૈયાર કરાયો છે. આ એર કન્ડિશન્ડ હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે જ, 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ–વોલીબોલ કોર્ટ, કબડ્ડી અને ખો-ખો મેદાન જેવી આઉટડોર સુવિધાઓ પણ વ્યવસ્થિત રીતે તૈયાર છે. જરૂરી સુવિધા તરીકે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફાયર સિસ્ટમ, CCTV, સ્ટાફ રૂમ અને પાર્કિંગની સુવિધા પણ મૂકવામાં આવી છે.પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરએ જણાવ્યું કે ” આ સ્પોર્ટ્સ સંકુલ થકી રમતગમત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે વધારો થશે. યુવાનોની પ્રતિભાને ગતિ મળશે અને પાલનપુરને નવુ માઇલસ્ટોન મળશે.”હાલમાં તેના લોકાર્પણની રાહ જોવાઈ રહી છે.
લોકાર્પણની રાહ જોવાય છે:પાલનપુરમાં 9.20 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ બનીને તૈયાર
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
