કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજે નવું બંધારણ ઘડ્યું હતું ભાસ્કર ન્યૂઝ। પાલનપુર, થરા કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજની બેઠક થરા ખાતે શ્રી જલારામ મંદિરે યોજાઇ હતી. જેમાં વડીલો, યુવાનોએ સમાજમાં પ્રર્વતતા કુરિવાજો દૂર કરવા માટે નવું બંધારણ ઘડ્યું હતુ. લગ્ન, મરણ સહિતના પ્રસંગોમાં આર્થિક બાબતો ઉપર વિચાર કરી નવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નક્કી કરાયેલા નિયમો માત્ર ખર્ચામાં ઘટાડો નહીં લાવે, પરંતુ સમાજને આર્થિક તેમજ શૈક્ષણિક પ્રગતિ તરફ દોરશે. સમાજના દરેક આનંદ-ઉત્સવ અને વિધિ સાદાઈથી થશે. ખોટી પ્રથાઓ તથા અનાવશ્યક ખર્ચાઓ સંપૂર્ણ બંધ થશે. આ નિર્ણયને સમસ્ત સમાજે અમલમાં મુકવા સુર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે કટાવ ધામના મહા મંડલેશ્વર 1008 પૂજય જયરામ દાસ બાપુએ પણ સુથાર સમાજમાં કુરિવાજો બંધ થાય, વધારાના ખોટા ખર્ચા ન કરી સુથાર સમાજમા આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ થાય તેવા આશિર્વાદ આપ્યા હતા. લગ્ન–વિધિમાં ફેરફાર
– ડીજે વરઘોડો સંપૂર્ણ બંધ – ફટાકડા ઉપર પ્રતિબંધ – મોટા જમણવાર ટાળીને સાદો પ્રસંગ – વેલકમ ડેકોરેશન બંધ – હલ્દી, કેક કટિંગ જેવી ફેન્સી રીતો બંધ – મંડપ સાદો રાખવાની ફરજ આર્થિક મર્યાદાઓ નક્કી કરાઇ
મામેરું : મહદઅંશે રૂપિયા 2,00,000 મોસાળું : રૂપિયા 51,000 મર્યાદિત દાગીના : 3 તોલા સોનું + 1 પાયલ પ્રિ-વેડિંગ વિડિયો – ફોટો ખર્ચા બંધ અનાવશ્યક શણગાર બંધ
નવું બંધારણ:કાંકરેજી પરગણા થરા ગજ્જર સુથાર સમાજે નવું બંધારણ, લગ્ન સાદગીથી કરી ત્રણ તોલા સોનું અને એક પાયલ આપવાનો નિર્ણય
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
