જામીન નામંજૂર:પાટણમાં આરોપીએ પિતાનું 9 વર્ષ પહેલાં મોત છતાં બીમાર બતાવી જામીન માંગતા નામંજૂર

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાટણ શહેરમાં 2024માં નોંધાયેલા માદક દ્રવ્ય ( એન.ડી.પી.એસ.) કેસમાં લગભગ એક વર્ષથી ન્યાયિક કસ્ટડીમાં રહેલા નિઝામુદ્દીન ઉર્ફે બાબુ સિદ્દીકભાઈ સોલંકીએ પોતાના વૃદ્ધ અને નાદુરસ્ત માતા–પિતાની સારવાર તેમજ પરિવારના ભરણપોષણના કારણો દર્શાવ્યાં વચગાળાના જામીન અરજી પાટણ સેશન કોર્ટમાં કરી હતી.પરતું કોર્ટની તપાસમાં જાણવા મળ્યું કે તેના પિતાનું તો 9 વર્ષ પહેલાં જ અવસાન થઈ ચૂક્યું છે. જેથી કોર્ટે જામીનના મંજૂર કર્યા હતા. તપાસ અધિકારીએ કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું કે આરોપીની માતાએ પોતાના નિવેદનમાં જ સ્પષ્ટ કર્યું છે કે પતિ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે. આ હકિકતને અનુરૂપ આરોપીનાં પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર પણ કોર્ટમાં રજૂ થયેલું. એટલું જ નહીં, આરોપીના 4 ભાઈઓ હોવાથી માતાની સંભાળ માટે તેની હાજરી જરૂરી ન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું જેથી કોર્ટે નોંધ્યું કે અગાઉ પણ આરોપીની વચગાળાના જામીન અરજી આ જ કારણસર નામંજૂર થઈ ચૂકી છે, છતાં કોઈ નવું કારણ વિના ફરી અરજી કરી. ગંભીર પ્રકારના એનડીપીએસ આરોપો તથા ખોટું કારણ બતાવવાની હકીકતને ધ્યાને લેતાં કોર્ટે તેને વચગાળાના જામીન આપવા ઇનકાર કર્યો છે. 2024માં પાટણ પોલીસએ 4 વ્યક્તિઓને 2,48,900ના ગાંજા સહિત કુલ 4,65,920ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે ત્રણ આરોપી હજુ પકડાયા નથી. કેસ હાલમાં સ્પેશિયલ NDPS કોર્ટમાં વિચારાધીન છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *