રોડ બિસમાર હાલતમાં:પાટણમાં રિસરફેસિંગ કરેલ સુદામા ચોકડીથી રાજપુર સુધી રોડમાં 1 મહિનામાં ખાડા પડ્યા

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર સુદામા ચોકડીથી રાજપુર સુધીના 3 કિલોમીટરનો રોડ લાંબા સમયથી બિસમાર પડ્યો હોય મોટા ખાડાઓના કારણે અકસ્માતો સર્જાઇ રહ્યા હોય આ બાબતે કલેકટર સુધી રજૂઆતો થતા અંતે દિવાળી પૂર્વે એજન્સી દ્વારા 3 કિમીના રોડનું 3 કરોડના ખર્ચ રિસરફેસિંગ કરાયો હતો. હજુ રિપેરિંગની કામગીરી એક બાજુના ભાગમાં પૂર્ણ થતા દિવાળીના વેકેશનને લઈ કામગીરી બીજા તરફના ભાગની બાકી હતી જે તાજેતરમાં શરૂ કરી છે. ત્યારે હજુ એક મહિનાના સમય ગાળામાં જ પાટણ તરફથી ચાણસ્મા તરફ જવાના એક ભાગના રોડ ઉપર થયેલ રિસરફેસિંગ કામમાં રસ્તા ઉપર પાથરેલો ડામર ઉખડી જતા ફરીથી મોટા મોટા ખાડાઓ રસ્તા ઉપર પડી ગયા છે. તો ક્યાંક ડામર ઉખડી રસ્તા ઉપર પથરાઈ રહ્યો છે. હજુ બંને તરફના રોડની કામગીરી પૂર્ણ થાય પૂર્વજ એક તરફનો ભાગ ફરીથી તૂટવા લાગતા રોડની હાલત બિસમાર થતા એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની ગુણવત્તા અંગે વાહન ચાલકો દ્વારા પ્રશ્નાર્થ ઉઠાવ્યાં હતા. પાથરેલો ડામર ગરમ હોય બેસી જતો હોવાનો બચાવ
કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટર જણાવ્યું હતું કે રસ્તામાં પડેલા જુના ખાડા ઊંડા અને મોટા હોવાથી તેના ઉપર પાથરેલો ગરમ ડામર બેસી જતા નવા ખાડા દેખાયા છે. હાલ તમામ ખાડાઓ ફરીથી પૂરી નાખવાની કામગીરી ચાલુ છે. બીજી તરફ રાજપુરથી પાટણ તરફના માર્ગનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને કારણે કેટલાક સ્થળોએ સમયસર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. સ્થળ પર કામગીરી યથાવત્ ચાલુ છે અને બંને બાજુના માર્ગને સંપૂર્ણ રીતે સુચારુ બનાવવા માટે વિભાગ દ્વારા દેખરેખ વધારવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *