ખેરાલુના સિદ્ધપુર સર્કલ પરથી મહેસાણા ખાણ ખનીજ વિભાગની ટીમે રોયલ્ટી વિના પથ્થરનો ભૂકો ભરીને જઈ રહેલા બે ડમ્પરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી પ્રતીક શાહ અને તેમની ટીમ ખેરાલુ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે સિદ્ધપુર સર્કલ પાસે અધર બિલ્ડીંગ સ્ટોન ડસ્ટ (પથ્થરની ભૂકી) ભરીને જઈ રહેલા બે ડમ્પરને અટકાવતાં, બંને પાસે રોયલ્ટી પાસ હતો નહીં. ઇન્સ્પેક્ટર દિલીપ રબારી અને તેમની ટીમ બંને ડમ્પરને વડનગર પોલીસ મથકે લઈ ગઈ હતી અને ત્યાં બંને ડમ્પરના માલિક પાસેથી રૂ.4.80 લાખનો દંડ વસૂલ્યો હતો.
કાર્યવાહી:ખેરાલુમાં રોયલ્ટી પાસ વિના ખનીજ ભરીને જતાં બે ડમ્પર ઝડપાયા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
