પગારની ચૂકવણી:કોન્ટ્રાક્ટ બેઇઝના 300 સફાઇકર્મીનો ઓક્ટોબરનો પગાર જમા નથી થયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર મનપામાં 300થી વધુ સફાઇ કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. જેમનો ઓકટોબર માસનો પગાર ન થતા રાજ્ય કર્મચારી સંઘે મનપામાં લેખિત રજૂઆત સાથે કાર્યવાહી કરવા માંગ કરી છે. મહાનગર પાલિકામાં ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ બેઈઝ પર 300થી વધુ રોજમદાર સફાઈ કામદારો ફરજ બજાવી રહ્યા છે. તેઓના ઓક્ટોમ્બર-2025 મહિનાનો પગાર આજદિન સુધી ચૂકવવામાં આવેલ નથી. પગારની અનિયમિતતાને કારણે આ કામદારોને તેમના પરિવારનું ભરણ-પોષણ ચલાવવામાં અને બાળકોના શિક્ષણ પાછળના ખર્ચાઓમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિએ કામદારોમાં ખૂબ જ રોષ ફેલાવ્યો છે. આ એક ગંભીર બાબત છે. આથી જો કોન્ટ્રાક્ટર પગાર ચૂકવવામાં નિષ્ફળ જાય તો મહાનગરપાલિકા મુખ્ય માલિક પગાર ચૂકવવા માટે જવાબદાર છે. તેથી, તાત્કાલિક ધોરણે બાકી પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. કોન્ટ્રાક્ટ બેઈઝના કામદારોને દર મહિનાની 10 તારીખ સુધીમાં નિયમિત પગાર ચૂકવવાનો આદેશ કરવામાં આવે તેવી માંગ છે. લઘુત્તમ વેતન નિયમો મુજબ, શોષણ અટકાવવા માટે દરેક કામદારને પગાર સ્લીપ આપવા માંગ કરી છે. તા.1થી 10માં નિયમિત ચૂકવણું થવું જોઇએ
કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોને ઓકટોમ્બર માસના પગારની ચૂકવણી કરેલ નથી તેથી કાયદાનો ભંગ થાય છે. તેથી તાત્કાલિક ધોરણે 1 પગારનું ચૂકવણુ થવું જોઇએ. નિયમ પ્રમાણે કોન્ટ્રાક્ટ બેઈઝના સફાઈ કામદારોના પગાર દર મહિનાની તા.1થી 10 સુધીમા નિયમિત ચૂકવણુ થવું જોઇએ. લઘુતમ વેતન માટેના નિયમ મુજબ નમુના- B Rules 26(2) મુજબ પગાર સ્લીપ આપવામાં આવતી નથી તેમજ સફાઈ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા પગાર સ્લીપ અપાવવા માંગ કરી છે. > મયુર પાટડીયા, ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *