ભાસ્કર રીયાલીટીચેક:તુવેર દાળ નહિ હોવાથી મધ્યાહન‎ભોજનમાં ખીચડી- થૂલી પીરસાયા‎

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ભરૂચ જિલ્લાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન માટે અનાજનો પૂરતો અને સમયસર જથ્થો આવે છે કે નહીં તેને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે ભરૂચ જિલ્લાની બે સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈને તપાસ કરવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે, એક શાળામાં 3 અને બીજી શાળામાં બે મહિનાથી દાળનો પુરવઠો નહીં હોવાના કારણે મેનુ મુજબ શાળાના વિદ્યાથીઓને મધ્યાહન ભોજન મળ્યું હતું નહીં. તેની જગ્યાએ અન્ય ખીચડી, થૂલી શાક જેવી ઉપલબ્ધ વાનગી આપવામાં આવતી હતી. દાળ ભાત બાળકો વધુ પસંદ કરી રહ્યા છે જેથી અન્ય વાનગી આપવાના કારણે બાળકો ની સંખ્યા પણ જમવા માટે ઘટી હોવાનું પણ જણાવ્યું હતું. જોકે એક સંચાલકે આજે લાવ્યા અને બીજાએ ગઈ કાલે દાળનો જથ્થો લેવા માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન નજીકની અન્ય શાળામાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચણા અને તુવેર દાળનો જથ્થો અનિયમિત આવતો હોવાનું જાણવા મળ્યું હતું. કિસ્સો 1 દાળનો જથ્થો નહોતો એટલે મુશ્કેલી પડી
દર મંગળવારે બાળકોને દાળ ઢોકળી બનાવીને આપવાનું હોય છે. ત્યારે અમને 3 મહિના જેટલા સમયથી દાળ ફાળવવામાં આવી હતી નથી. જેથી અત્યાર સુધી બાળકોને મેનુ પ્રમાણે મધ્યાહન ભોજન આપી શકાતું હતું નહીં, દાળ ભાત અને દાળ ઢોકળી ની જગ્યાએ બાળકોને ઉપલબ્ધ સામાનથી ખીચડી બનાવી આપતા હતા. જોકે ગત રોજ દાળનો જથ્થો આવતા હવે બાળકોને દાળ ઢોકળી સહિતનું મેનુ મુજબ મધ્યાહન ભોજન આપી શકાશે. જોકે આવેલી દાળ નો જથ્થો પણ ઓછો આવ્યો છે. કિસ્સો 2 તુવેરના દાણા નાખીને ઢોકળી આપતા હતા
બે મહિનાથી અમને દાળ મળી નથી જેના કારણે દાળ ઢોકળી અને દાળ-ભાત આપવાનો વારો આવે છે ત્યારે તકલીફ પડે છે. જેથી દાળ ઢોકળી ની જગ્યાએ તુવેરના દાણા જેવી શાકભાજી લાવી તેમાં બનાવીને આપતા હતા. ગત બુધવારે જ્યારે દાળ-ભાતનો વારો આવ્યો હતો ત્યારે શાકભાજીના પૈસા માંથી દાળ લાવીને તેમાં દૂધી નાખીને દાળ-ભાત આપતા હતા. બાળકોને દાળ-ભાત વધુ ભાવે છે તેથી જે દિવસે દાળ-ભાત બનાવવામાં આવે છે ત્યારે તમામ બાળકો જામે છે અને જ્યારે અન્ય વાનગી બનાવવામાં આવે છે ત્યારે બાળકોની સંખ્યા ઘટે છે. ઉપરથી ચોમાસા દરમિયાન ભોજના લઈ માં પાણી પણ આવે છે ત્યારે જમવા બનાવવાની અને અનાજ મૂકવાની તકલીફ પડી રહી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *