રાજકોટવાસીઓને વર્ષના અંત પહેલા એટલે કે 7 ડિસેમ્બરના રોજ એક અદ્ભૂત અને સાહસિક એર શો જોવા મળવાનો છે. આ એર શોમાં વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા રાજકોટના આકાશમાં અવનવા કરતબો થકી દિલધડક સ્ટંટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એર શો માટેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા આપવાનો છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
રાજકોટમાં 7 ડિસેમ્બરે કેવડિયા જેવો એર શો માણવા મળશે:સૂર્યકિરણની ટિમ ફ્લાય પાસ્ટ કરશે, ડાયમંડ ફોર્મેશન સહિતના અવનવા કરતબો બતાવશે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
