હાલારના દરિયા કિનારાઓ પર આતંકી ગતિવિધિઓને રોકવા ‘સાગર સુરક્ષા કવચ’ કવાયત, બે દિવસીય સઘન પેટ્રોલિંગ

📅 Published: January 6, 2026 | 📂 Category: Uncategorized


Jamnagar News: સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાઓ પર દેશવિરોધી તેમજ આતંકી પ્રવૃત્તિઓને રોકવા માટે તેમજ ગુજરાતની તમામ અલગ અલગ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા બે દિવસ માટેની સાગર સુરક્ષા અંગેની કવાયત શરૂ કરવામાં આવી છે. જેનો હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લામાં પણ આજથી(6 જાન્યુઆરી) પ્રારંભ થયો છે. 

દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા થશે સઘન

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ), મરીન પોલીસ સ્ટેશનની ટીમ, કોસ્ટગાર્ડ સહિતની અન્ય તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલારના તમામ સાગર કિનારાઓ વિસ્તારમાં આજથી બે દિવસ માટેની કવાયત શરૂ કરી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *