ચાંદીમાં 'સુનામી': ઓલટાઈમ હાઈ લેવલે પહોંચી કિંમત, ઈતિહાસના તમામ રેકોર્ડ ધ્વસ્ત, જાણો લેટેસ્ટ રેટ

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized


Silver Price Hike Reason: ચાંદીએ મંગળવારે એવો ઉછાળો માર્યો છે કે રોકાણકારો અને માર્કેટ બંનેના ધબકારા વધી ગયા છે. MCX(મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ) પર 6 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યાની આસપાસ ચાંદીની કિંમતમાં 3.85 ટકા એટલે કે 9,562 રૂપિયાની મોટી છલાંગ જોવા મળી, જેથી એક કિલો ચાંદીના ભાવ સીધા 2,56,450 રૂપિયા સુધી પહોંચી ગયા, આ ઉછાળાથી ચાંદી ઓલ ટાઈમ હાઇ થઈ ગઈ છે. 

નીચલું સ્તર 2,46,888 રૂપિયા રહ્યું

બાદમાં થોડા સમય પછી ભાવમાં સામાન્ય ઘટાડો આવ્યો હતો, જે પછી ચાંદી કિલો 2,55,248 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહી હતી, દિવસ દરમિયાન કારોબારનું સૌથી નીચલું સ્તર 2,46,888 રૂપિયા રહ્યું જ્યારે આગળના દિવસે ચાંદી 2,46,155 રૂપિયાના કારોબાર સાથે બંધ થઈ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *