
Colombian President Challenged US President : અમેરિકી સેના દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ પડોશી દેશ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે. પેટ્રોએ અમેરિકી કાર્યવાહીની આકરી ટીકા કરતા ટ્રમ્પને પડકાર ફેંક્યો છે કે, ‘આવો મને પકડી લો, હું અહીં જ રાહ જોઈ રહ્યો છું.’ તેમણે ચેતવણી આપી હતી કે, જો અમેરિકા બોમ્બમારો કરશે તો હજારો ગ્રામીણ લોકો પહાડોમાં જઈને ‘ગેરિલા’ બની જશે અને જો રાષ્ટ્રપ્રમુખની અટકાયત થશે તો જનતાના રોષનો સામનો કરવો પડશે.
માતૃભૂમિ માટે ફરી હથિયાર ઉઠાવવાની તૈયારી
ઉલ્લેખનીય છે કે ગુસ્તાવો પેટ્રો (Gustavo Petro) 1990ના દાયકામાં વામપંથી ગેરિલા લડવૈયા રહી ચૂક્યા છે.
