
Delhi High On Shahi Jama Masjid Case : દિલ્હી હાઇકોર્ટે રાજધાનીમાં આવેલી ઐતિહાસિક શાહી જામા મસ્જિદની આસપાસના વિસ્તારોમાં થયેલા ગેરકાયદે અતિક્રમણ અને MCD પાર્કની સ્થિતિ અંગે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી(MCD)ને બે મહિનાની અંદર આ સમગ્ર વિસ્તારનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જો સર્વે દરમિયાન કોઈ પણ ગેરકાયદે બાંધકામ મળી આવશે, તો કાયદા મુજબ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
જનહિત અરજી પર સુનાવણી પર હાઇકોર્ટનો આદેશ
ફરહત હસન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી કરતાં હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો.
