
ક્રાઇસ્ટ ચર્ચ, 7 જાન્યુઆરી,2026,બુધવાર
અરવલ્લી પહાડીઓની ઉંચાઇ અને પર્યાવરણનો વિવાદ ચાલ્યો પરંતુ ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડ પર આવેલા ટારાનાકી નામના ૨૫૬૧ મીટર ઉંચા પર્વતને માણસને હોય તેવા અધિકારો આપીને રક્ષણ કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડની સંસદ દ્વારા ૩૧ જાન્યુઆરીના રોજ માઉન્ટ ટારાનાકી પર ગેર કાયદેસર કબ્જા અંગે માફી માંગીને ‘ટારાનાકી માઉંગા કલેકેટિવ રિડ્રેસ બિલ’ પાસ કરીને દાયકાઓ જુની ભૂલ સુધારવામાં આવી હતી.
ન્યૂઝીલેન્ડે જનજાતિઓના ટારાનાકી પર્વત અને આસપાસના વિસ્તારને લિગલ પર્સનલ હુડ ગણીને માનવતાનો દાખલો બેસાડયો છે. કાનુની રીતે ટારાનાકી પર્વત નિર્જીવ પદાર્થ નહી હોવાથી પર્વતની ઇકો સિસ્ટમ પર થતા અત્યાચારને કોઇ નિદોર્ષ માણસ પર થતા અત્યાચારની કેટેગરીમાં ગણવામાં આવે છે.
