Valsad: ભીલાડ હાઇવે પરથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો, SOGની ટીમે બાતમીના આધારે દબોચ્યો

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ હથિયારોની હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત એક મહત્વની કામગીરી કરી છે. ભીલાડ હાઇવે પર નેશનલ હાઇવે નંબર 48 પરથી એક 26 વર્ષીય યુવકની દેશી બનાવટના તમંચા સાથે ધરપકડ કરવામાં આવી છે.

ભીલાડ હાઇવે પર યુવકની દેશી તમંચા સાથે ધરપકડ

વલસાડ SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ભીલાડ વિસ્તારમાં હિલચાલ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઉમરગામ તાલુકાના ભીલાડ-નરોલી રોડ પર ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. વાપીથી મુંબઈ તરફ જતા માર્ગ પર બાતમી મુજબનો યુવક દેખાતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી, જેમાં તેની પાસેથી 15,000 રૂપિયાની કિંમતનો હાથબનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો.

મધ્યપ્રદેશ કનેક્શન ખુલ્યું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે આ ઘાતક હથિયાર તેને મધ્યપ્રદેશના કટની જિલ્લાના એક અજાણ્યા શખ્સે આપ્યું હતું. આ હથિયાર કયા હેતુથી લાવવામાં આવ્યું હતું અને કટનીનો તે શખ્સ કોણ છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં હથિયાર સપ્લાય કરનાર આરોપી ફરાર છે જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણના નામે રાધનપુરના વેપારી સાથે 10.31 લાખની છેતરપિંડી, ચાર સામે ગુનો દાખલ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *