
ED Raid: દેશમાં સરકારી નોકરીના નામે ચાલી રહેલા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. EDએ આજે સવારથી ગુજરાત સહિત 6 રાજ્યોના 15 શહેરોમાં દરોડા પાડ્યા છે. EDએ આ દરોડા સરકારી નોકરીઓ આપવાના નામે ચાલી રહેલા કૌભાંડને લઈને પાડ્યા છે. આ હેઠળ એક સંગઠિત ગેંગ સરકારી નોકરીઓ આપવાના નામે લોકો સાથે ઠગાઈ કરતી હતી. તેમના દ્વારા લોકોને નકલી એપોઈન્ટમેન્ટ લેટર અને કોલ લેટર વગેરે જારી કરવામાં આવી રહ્યા હતા. આ કૌભાંડ ખાસ કરીને ભારતીય રેલવે અને 40 અન્ય સરકારી વિભાગોમાં ભરતીના નામે ચાલી રહ્યું હતું.
