
Recruitment in Technical Cadre of Gujarat Police : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB)એ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડર માટે ભરતીની જાહેરાત કરી છે. એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમાની લાયકાત ધરાવતા લોકોને ગુજરાત પોલીસમાં જોડાવાની આ એક સુવર્ણ તક છે. પોલીસ ભરતી બોર્ડે કુલ 950 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં આગામી 9 જાન્યુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે.
ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર ભરતી
GPRBએ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ), ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક સહિતની જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે.
