રાજપીપળા તા.૮ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના સ્વર્ગવાસી મહંતના એક રૃમમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ચામડું વાઘનું છે કે નકલી એની તપાસ માટે સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ મંદિરના મહંતનું તા.૭ જુલાઇ ૨૦૨૫ના રોજ અવસાન થયું છે.
