વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતા એક યુવકને તેના મિત્ર તેમજ યુકેમાં રહેતા અન્ય સાગરીતોએ નોકરી અપાવવાની લાલચ આપી રૃ.૧૯.૬૪લાખ પડાવી લેતાં તેણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ન્યુ વીઆઇપી રોડ પર અનન્યા હાઇટ્સ ખાતે રહેતા હાર્દિક નિકુંજભાઇ પરમારે પોલીસને કહ્યું છે કે,મારી નજીકમાં રહેતો મિત્ર યુકેમાં સ્થાયી થયો હોવાથી તેણે મને સારી નોકરી અપાવવાની વાતોમાં ફસાવ્યો હતો.
મિતુલ શાહ અને તેના સાગરીતોએ રહેવા-જમવા સાથેની નોકરીની વાત કરી ઓફર લેટર મોકલતાં તેમને કુલ રૃ.
