
Russia-America On Rusted Oil Tanker : કાટ લાગેલા ઓઈલ ટેન્કરની પાછળ રશિયા અને અમેરિકાએ તેની પૂરી તાકાત લગાવી દીધી છે. બંને દેશો વચ્ચે ખાલી ટેન્કરને લઈને તણાવ વધી રહ્યો છે અને રશિયાએ બેલા-1 નામથી ઓળખાતા મેરિનેરાને સુરક્ષા આપવા માટે સબમરીન અને તેની નૌસેનાને તૈનાત કરી દીધી છે. પરંતુ અઠવાડિયાની સંતાકૂકડી બાદ અમેરિકાએ હવે ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું છે. ચાલો જાણીએ, કાટ લાગેલા જહાજ માટે વિશ્વના 2 સુપરપાવર દેશો કેમ સામસામે છે?
અમેરિકન ફોર્સે બુધવારે એટલાન્ટિક મહાસાગરમાં રશિયા ઝંડા વાળા ઓઈલ ટેન્કર પર ચઢીને કબકો કર્યો છે. જૂના અને કાટ લાગેલા ટેન્કરને અમેરિકાએ 2024માં પ્રતિબંધ કર્યો હતો.
