
– ટ્રમ્પની ભારતને 500% ટેરિફની ચિમકી અને ત્રીજા વિશ્વયુદ્રના ભણકારાથી શેરોમાં સાર્વત્રિક ગાબડાં
– ચાર મહિનાનો સૌથી મોટો કડાકો: FIIની રૂ.૩૩૬૭ કરોડની વેચવાલી, DIIની રૂ.૩૭૦૧ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : વેનેઝુએલા પર પોતાનો કબજો જમાવીને અમેરિકા હવે ગ્રીનલેન્ડને કબજે કરવાની તૈયારી કરી રહ્યાના અને એક પ્રકારે ચાઈના, રશીયા સહિતને ભીંસમાં લેવાનો વ્યુહ ઘડી રહ્યું હોઈ ચાઈના પણ તાઈવાનને કબજે કરવાની દિશામાં આગળ વધવાની અને આ ડેવલપમેન્ટ વિશ્વને ત્રીજા યુદ્વ તરફ દોરી જવાનું જોખમ સ્પષ્ટ જોવાઈ રહ્યું હોઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સાર્વત્રિક ગાબડાં પડયા હતા. ભારતને ભીંસમાં લેવા અને રશીયાથી ઓઈલની ખરીદી સદ્દંતર બંધ કરાવવાની જાણે ટ્રમ્પે જીદ પકડી હોય એમ ભારત પર વધુ આકરાં ૫૦૦ ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પ સરકાર તૈયારી કરી રહ્યાના અને આ માટેનું બિલ પસાર કરવા મૂક્યાના અહેવાલોની અને રિન્યુએબલ એનજીૅં ક્ષેત્રે પણ ભારત સાથે સહયોગ તોડવાની શરૂઆત કર્યાની નેગેટીવ અસરે આજે ઓલ રાઉન્ડ શેરોમાં ધોવાણ થયું હતું.
