
વડોદરાઃ વડોદરા સહિત રાજ્યના ચાર શહેરોમાં વર્તમાન ડીઈઓ કચેરીનું વિભાજન કરીને નવી ચાર ડીઈઓ કચેરી શરુ કરવાની સરકારના શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી.
જોકે આ જાહેરાત કાગળ પર જ રહી છે.વડોદરા ડીઈઓ કચેરીની સાથે વડોદરા ગ્રામ્યની નવી ડીઈઓ કચેરી માટે કોઈ હિલચાલ દેખાઈ નથી.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર ઉપરાંત વડોદરા ગ્રામ્ય કચેરી માટે ડીઈઓ કચેરી કેમ્પસમાં જ આવેલા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં જગ્યા ફાળવવામાં આવી છે.ડીઈઓ કચેરીના વર્તમાન કર્મચારીઓમાંથી જ વડોદરા ગ્રામ્ય કચેરીમાં નિમણૂક કરવાનું નક્કી થયું છે.
