કેનેડા-ઓસ્ટ્રેલિયાના વિઝાના બનાવટી દસ્તાવેજ આપીને એજન્ટે બે કરોડ પડાવ્યા

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ,શુક્રવાર

કેનેડા અને ઓસ્ટ્રેલિયા વિઝાનું કામ કરતા અને બોપલમાં ઓફિસ ધરાવતા ઇમીગ્રેશન કન્સલ્ટન્ટ અને તેમના ક્લાઇટ સાથે નડિયાદમાં રહેતા એક એજન્ટે આબાદ છેતરપિંડી કરીને રૂપિયા ૨.૦૨ કરોડની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે.  એજન્ટે વિવિધ પ્રોસેસના નાણાં પડાવીને બનાવટી વિઝા લેટર, એર ટિકિટ પણ આપી હતી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સાઉથ બોપલમાં આવેલા આરોહી ક્રેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતા નમન જોષી વકીલ બ્રીજ બોપલ પાસે ઇમીગ્રેશનની ઓફિસ ધરાવીને વિઝાનો વ્યવસાય કરે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *