
મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) તથા ડીફેન્સ ક્ષેત્ર તરફથી વધી રહેલી જોરદાર માગને પરિણામે કોપરની વૈશ્વિક અછત અંદાજ કરતા વધુ ઘેરી બનવાની શકયતા જોવાઈ રહી હોવાનું એસએન્ડપી ગ્લોબલના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
કોપર ઉત્પાદકો પણ ઉત્પાદન વધારવા સંઘર્ષ કરી રહ્યા છે. કોપર ખાણો માળખાકીય મર્યાદાઓનો સામનો કરી રહી છે ત્યારે માગ પ્રમાણે કોપરની પૂરવઠા ખેંચ આર્થિક વિકાસ અને ટેકનોલોજિકલ વિસ્તરણ સામે પડકારરૂપ બની રહેશે.
વિશ્વ બજારમાં કોપરના ભાવ ટન દીઠ ૧૩૦૦૦ ડોલરની વિક્રમી સપાટી પાર કરી ગયા છે.
