
જાફરાબાદમાં 24 વર્ષીય આશાસ્પદ યુવાનનું સ્વપ્ન રોળાયું : સવારે વોકિંગ કરતી વખતે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો, હોસ્પિટલે પહોંચે એ પહેલા જ અંતિમ શ્વાસ લેતા શોકનું મોજું
અમરેલી, : રાજ્યમાં નાની વયના યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે જાફરાબાદમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. જાફરાબાદમાં ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી)માં ફરજ બજાવતા અને પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા 24 વર્ષીય યુવાનનું ચાલતા-ચાલતા હાર્ટએટેક આવતા મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જાફરાબાદમાં રહેતા હર્ષ મકવાણા (ઉં. 24) નામના યુવાનને સવારના સમયે વોકિંગ કરતી વખતે અચાનક છાતીમાં સખત દુખાવો ઉપડયો હતો.
