
Gujarat Forest Department Promotion: ગુજરાત વન વિભાગે રાજ્યના વન અને વન્યજીવ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. વિભાગે એક જ આદેશમાં 427 વનરક્ષકો (બીટ ગાર્ડ)ને વનપાલ (ફોરેસ્ટર) તરીકે બઢતી આપી છે. આ વિભાગના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો બઢતીનો આદેશ છે, જેનાથી ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓમાં પહેલીવાર આનંદની લહેર ફરી વળી છે.
એક અઠવાડિયા પછી અરણ્ય ભવન દ્વારા બદલી કરાશે
છેલ્લા ઘણાં સમયથી વન વિભાગના કર્મચારીઓમાં વિવિધ સ્તરે નારાજગી જોવા મળી હતી.
