
– 500 વર્ષ પૂર્વે ત્યાં વહાણો લાંગર્યા તેથી તે તેમનું ન થઈ જાય
– ‘રશિયા અને ચાયના ત્યાં પ્રભાવ પાથરે તે પૂર્વે તેમને ગમે કે ન ગમે અમે ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવીશું, લીઝ પર લીધેલી જમીન પૂરતી ગેરન્ટી નથી’
નવી દિલ્હી : પ્રમુખ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવવાની ધમકી આપતા કહ્યું હતું કે, ‘તેમને ગમે કે ન ગમે અમેરિકા તે પ્રદેશ માટે કશું કૈં કરશે જ.’ અમેરિકાના ટોચના ઑઇલ ગેસ એક્ઝિક્યુટીવ્સ સાથેની મીટીંગ સમયે મીડીયાને આપેલી મુલાકાતમાં પોતાના આ કથનને પુષ્ટિ આપતા ટ્રમ્પે કહ્યું કે, ‘જો અમે તેમ નહીં કરીએ તો ચાયના કે રશિયા તે પ્રદેશ પર કબ્જો જમાવી દેશે. અને રશિયા કે ચાયના અમારા પાડોશી બનશે જે અમે ચલાવી લેવા તૈયાર નથી. હું સરળતાથી સમજૂતી સાધવા ઇચ્છુ છું પરંતુ જો તેઓ તેમ ન કરે તો અમે ‘કઠોર’ રીતે પણ તેમ કરીશું.
