પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન અને શિવ કથા માટે પોલીસ પરિવારને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ પ્રસંગો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવા રજૂઆત કરાઈ હતી. પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના સાનિધ્યમાં આગામી 23 નવેમ્બરના રોજ સમૂહ લગ્ન યોજાશે. જ્યારે ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે 27 નવેમ્બરથી શિવ કથાનો પ્રારંભ થશે. મંગળવારે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના યુવા કાર્યકરો અને સમૂહ લગ્ન સમિતિના સભ્યોએ જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી, એલસીબી પીઆઈ, એ-ડિવિઝન અને બી-ડિવિઝન પીઆઈ સહિતના અધિકારીઓને આ પ્રસંગો માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ રજૂઆત વેળાએ પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને સમૂહ લગ્ન સમિતિના ચિંતન પ્રજાપતિ, મહેશ દલવાડી, યશપાલ સ્વામી, સંજય સ્વામી, ઈશ્વરભાઈ, કનુભાઈ અને દર્શિલભાઈ સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન અને શિવ કથા:પોલીસ અધિકારીઓને બંદોબસ્ત માટે નિમંત્રણ અપાયું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
