અમદાવાદના નરોડા સ્થિત એ-વન ઝેવિયર્સ સ્કૂલમાં આજે “નશા મુક્ત અભિયાન”ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે સામૂહિક શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે આયોજિત કરાયો હતો. સવારે શાળાના તમામ વર્ગોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે એકસાથે નશા મુક્તિના શપથ લીધા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશાના દૂષણો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નશાના કારણે થતી શારીરિક, માનસિક અને સામાજિક અસરો અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ બાદ, શાળાના શિક્ષણ સ્ટાફ દ્વારા આ સમગ્ર પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ સરકારને ઓનલાઈન મોકલવા માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા દ્વારા સમાજમાં નશામુક્તિના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે ભવિષ્યમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવશે.
એ-વન ઝેવિયર્સ સ્કૂલમાં નશા મુક્તિ શપથ:નશા મુક્ત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
