
US Military Operation: વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીના અપહરણ માટે અમેરિકા દ્વારા કરવામાં આવેલા લશ્કરી ઓપરેશને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ ઓપરેશનમાં અમેરિકાએ એવા રહસ્યમય અને પાવરફુલ હથિયારનો ઉપયોગ કર્યો હતો, જેની સામે વેનેઝુએલાના સેંકડો સૈનિકો લાચાર બની ગયા હતા. માદુરોના એક અંગત સુરક્ષા ગાર્ડે આ ભયાનક અનુભવની આપવીતી જાહેર કરી છે.
ઓપરેશન દરમિયાન શું બન્યું?
એક અહેવાલ અનુસાર, વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોની સુરક્ષા માટે તહેનાત એક સુરક્ષા ગાર્ડે એક ઈન્ટરવ્યુ દરમિયાન અમેરિકાની લશ્કરી કાર્યવાહી વિશે ચોંકાવનારી વિગતો જાહેર કરી.
