
PM Modi Visits Somnath for Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સોમનાથની મુલાકાતે છે. આજે (11મી જાન્યુઆરી) પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી સોમનાથમાં વિશેષ પૂજા-અર્ચના કર્યા બાદ ભવ્ય રોડ-શો (શૌર્યયાત્રા) યોજશે અને ત્યારબાદ રાજકોટ તેમજ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે.
સોમનાથ મહાદેવની પૂજા જુઓ LIVE :
વડાપ્રધાન મોદી સોમનાથથી સીધા રાજકોટ પહોંચ્યા
વડાપ્રધાન સોમનાથમાં શૌર્યયાત્રા, મંદિરમાં પૂજા અને સભા સંબોધન બાદ સોમનાથથી સીધા રાજકોટ પહોંચ્યા હતા અને રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યું હતું.
