
– સારા ખેલાડી નહીં હોવાથી મહાપાલિકાની ટીમનું નબળુ પ્રદર્શન રહેતુ હોય છે
– સ્પોર્ટસ કોટામાં ભરતી કરવાથી મહાપાલિકાની ટીમ સારી બની શકે, ખેલાડીઓને પણ નોકરી મળવાથી ફાયદો થશે
ભાવનગર : ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકાના યજમાન પદે ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. મહાપાલિકા દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડાય છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી તેથી ખેલાડીઓને અન્યાય થઈ રહ્યો હોવાનુ જણાય રહ્યુ છે.
ભાવનગર મહાનગરપાલિકાની કમિશનર અને મેયરની ટીમ દર વર્ષે ઓલ ગુજરાત આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે જાય છે પરંતુ મોટાભાગે પ્રથમ મેચ હારીને બંને ટીમ પરત ફરે છે.
