
Jagdeep Dhankhar Admitted AIIMS: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ ગત અઠવાડિયે બે વખત બેહોશ થયા હતા, ત્યારબાદ ડૉક્ટર તેમની સ્થિતિ ધ્યાને રાખીને હોસ્પિટલમાં દાખલ કરીને MRI સહિત અન્ય તપાસ કરાવવા માટેની ભલામણ કરી હતી.
વારંવાર બેહોશ થવાની સમસ્યા
10 જાન્યુઆરીએ ધનખડ વોશરૂમ જતા સમયે બે વખત બેહોશ થઈ ગયા હતા. સોમવારે તેઓ નિયમિત તપાસ કરાવવા માટે એઈમ્સ પહોંચ્યા હતા, જો કે ડૉક્ટરે સ્થિતિને જોતા તત્કાલ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.
