એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણને સાત વર્ષની સજા

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized

અમદાવાદ,સોમવાર

અમદાવાદ ઝોનના નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ ત્રણ વર્ષ પહેલા પીપાવાવ પોર્ટ પરથી એફેડ્રીન અને પ્સ્યુડોએફેડ્રિન  નામના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જે અંગે સોનીપત સ્થિત એક ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. અમરેલી સાવરકુંડલા કોર્ટ આ કેસમાં ચુકાદો આપીને ત્રણેય આરોપીઓને સાત વર્ષની સજા  અને દોઢ લાખનો દંડ કર્યો છે.

અમદાવાદ ઝોનના નાર્કોટીક્સ કંટ્રોલ રૂમ બ્યુરોએ માર્ચ ૨૦૨૩માં બાતમીના આધારે પિપાવાવ પોર્ટ પર દરોડો પાડીને એક કન્ટેનરમાંથી એફેડ્રીન અને પ્સ્યુડોએફેડ્રીન નામના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં આશરે ૬૦ લાખ કેપ્સ્યુલ્સ હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *