વડોદરામાં પતંગ મહોત્સવમાં પવને સાથ નહીં આપતા પતંગબાજો નિરાશ

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Kite Festival : રાજ્યના અન્ય શહેરોની જેમ વડોદરામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, રશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા, કોલંબિયા સહિતના 18 દેશો અને ભારતના રાજસ્થાન, તામિલનાડુ, બિહાર સિક્કિમ અને ઓરિસ્સાના સાત રાજ્યોમાંના 160 પતંગબાજોએ અવનવી ડિઝાઈનની વિરાટકાય અને મનમોહક પતંગો સાથે ભાગ લીધો હતો.

શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં જોકે પવને સાથ આપ્યો નહોતો. ખાસ કરીને વિદેશી પતંગબાજો વજનમાં વધારે અને મોટાકદની પતંગો ચગાવી શક્યા નહોતા. જેની નિરાશા તેમના ચહેરા પર દેખાતી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *