ચાંદી, કોપર તથા ઝિંકની ઉપલબ્ધતા વધારવા બજેટમાં નવી નીતિ જાહેર થશે

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized

મુંબઈ : દેશમાં માઈનિંગ ક્ષેત્રે રિફોર્મ્સને આગળ વધારવા નાણાં વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ખાસ નીતિ જાહેર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ચાંદી, કોપર તથા ઝિંકનું ઘરઆંગણે જ ઉત્પાદનમાં વધારો કરવા સરકાર ખાસ નીતિ જાહેર કરશે તેવી શકયતા છે. આ અંગે સરકારી સ્તરે ચર્ચા પણ ચાલી રહી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. 

માઈનિંગમાં ખાનગી ક્ષેત્રના ખેલાડીઓ માટે મોટી ભૂમિકા જાહેર કરાશે અને ચાંદી, કોપર તથા ઝિંકના ઘરઆંગણે પ્રોસેસિંગ વધારવા પ્રોત્સાહન પૂરા પડાશે. આ ત્રણેય ધાતુની દેશમાં ઔદ્યોગિક માગ વધી રહી છે, જ્યારે પૂરવઠા ખેંચ વર્તાઈ રહી છે જેને પરિણામે તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *