
Himalayas Snow Drought: ભારતના ઈશાન ખૂણે આવેલી સરહદોનો પહેરેદાર એવો હિમાલય ‘બરફના દુકાળ’નો સામનો કરી રહ્યો છે, એમ કોઈ કહે તો માન્યામાં ન આવે. પણ, વાત સાચી છે. હિમાચ્છાદિત પર્વતમાળામાં શિયાળા દરમિયાન બરફવર્ષામાં ભારે ઘટાડો થતાં આ સ્થિતિ ઊભી થઈ છે. ઘટાડો એ હદે થયો છે કે ઘણા પર્વતો બરફ વગરના ખડકાળ અને ઉઘાડા દેખાય છે. છેલ્લા પાંચ વર્ષોમાં હિમપાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે ભવિષ્યમાં મોટા જળસંકટ તરફ ઈશારો કરે છે.
