
ઉત્તરાયણના પતંગોત્સવ તહેવારમાં પતંગરસિકો મોટાભાગે કાચ પીવડાવેલા દોરાથી પતંગો ઉડાડવાનું પસંદ કરતા હોય છે જ્યારે બીજી બાજુ રોડ રસ્તા પરથી પસાર થતા આવા દોરાના કારણે કેટલાય દ્વિચક્રી વાહન ચાલકો અને રાહદારીઓના ગળા કપાવવાથી લોહી લુહાણ હાલતથી સારવાર માટે તાત્કાલિકપણે સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પરિણામે હોસ્પિટલનો સ્ટાફ સતત પણે ઇજાગ્રસ્તોની સારવારમાં દિવસ પર રચ્યો પચ્યો રહ્યો હતો.
પતંગોત્સવ તહેવારની મજા માણવામાં અનેક પક્ષીઓની ડોક કાચવાળા દોરાથી કપાઈ જતા નિર્દોષ પક્ષીઓ મોતના મુખમાં ધકેલાય છે. જ્યારે રોડ રસ્તા પરથી પતંગના કપાયેલા દોરા સતત પસાર થતા હોય છે. જ્યારે બીજી બાજુ રોડ રસ્તા પરથી પસાર થતાં દ્વિચક્રી વાહન ચાલકોના અને રાહદારીઓને પણ ગળા પર ઘસરકાથી ઇજા થતી હોય છે.
