
Reza Pahlavi return to power impact on India: ઈરાન અને પાકિસ્તાનના સંબંધો સમય જતાં અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છે. 1979ની ઇસ્લામ િક ક્રાંતિ પહેલાનું ઈરાન અને આજનું ઈરાન – બંનેની વિદેશ નીતિ અને ભારત-પાકિસ્તાન પ્રત્યેનો અભિગમ સાવ અલગ રહ્યો છે. જો ભવિષ્યમાં ઈરાનમાં ફરીથી રાજાશાહી પરત ફરે અને રઝા પહેલવી સત્તામાં આવે, તો તેની અસર માત્ર ઈરાન પર જ નહીં, પરંતુ ભારત અને પાકિસ્તાન પર પણ ઊંડી પડશે.
જ્યારે ઈરાન અને પાકિસ્તાન ‘સગા ભાઈ’ જેવા હતા
શાહ મોહમ્મદ રઝા પહેલવીના શાસનકાળ(1941-1979) દરમિયાન ઈરાન અને પાકિસ્તાન અત્યંત નજીકના સાથી હતા.
