
વોશિંગ્ટન: હાલ સમગ્ર વિશ્વની નજર ઈરાન પર ટકેલી છે અને અટકળો લગાવાઈ રહી છે કે આગામી 24 કલાકમાં અમેરિકા તેહરાન પર હુમલો કરી શકે છે. પરંતુ બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો પ્લાન બદલી નાખ્યો હોય તેમ જણાય છે. હવે ટ્રમ્પની નજર સાત સમંદર પાર નહીં, પરંતુ પોતાના જ પાડોશી દેશ મેક્સિકો પર છે. એક ચોંકાવનારા અહેવાલ અનુસાર, ટ્રમ્પની ટીમ મેક્સિકો પર દબાણ કરી રહી છે કે તેઓ અમેરિકન સેનાને પોતાની સરહદમાં પ્રવેશવા દે. આ પાછળનો હેતુ મેક્સિકોમાં સક્રિય ‘ડ્રગ કાર્ટેલ’નો ખાતમો અને ‘ફેન્ટાનિલ’ લેબ્સને નષ્ટ કરવાનો છે. ટ્રમ્પના આ દબાણે મેક્સિકો સરકારની ઊંઘ હરામ કરી દીધી છે.
